Monday, 10 July 2017

કચ્છ જીલ્લા ના કરુણાવિહાર મધ્યે ધમ્મચક્ર પ્રવર્તન દિન ની ભવ્ય ઉજવણી

ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ 
કચ્છ જીલ્લા બૌદ્ધ સમાજ 
સાથે મળીને તા: 9-7-2017 ના રોજ કચ્છના આદિપુર ખાતે કરુણાવિહારમાં બૌદ્ધ પરિવારોએ ધમ્મચક્ર પ્રવર્તન દિન ની ભવ્ય ઉજવણી કરી.

ધમ્મચક્ર પ્રવર્તન દિન નિમિત્તે એક દિવસિય ધમ્મ શિબિર નું આયોજન થયુ હતુ. 
ધમ્મ શિબિરમાં ધમ્મચારી રત્નાકર, ધમ્મચારી આનંદ શાક્ય, ધમ્મચારી મિત્રસેન, ધમ્મચારીણી યશોનંદા અને ધમ્મચારીણી અનોમસુરીએ માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ.


ધમ્મચારી રત્નાકર દ્વારા “ધમ્મચક્ક પ્રબતન્ન સુત્ત” નો અભ્યાસ કરાવ્યો હતો. 
ધમ્મચારી આનંદ શાક્ય દ્વારા આનાપાનસતિ અને મેત્તા ભાવના ધ્યાન સાધના શીખવ્યા હતાં.




અમદાવાદ, નડીયાદ, સુરેંદ્રનગર, ગાંધીધામ, આદીપુર, ભુજ તેમજ કચ્છ નાં અન્ય તાલુકાઓ માથી  ધમ્મ બંધુઓ અને ભગીનીઓ એ ધમ્મ શિબિર નો લાભ મેળવ્યો હતો.
સૌએ સાથે મળીને મૈત્રીભોજન કર્યુ હતુ.


સાંજના સમયે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ નું આયોજન થયું. કાર્યક્રમ મા બુદ્ધ વંદના, ધમ્મ દેશના અને સુંત્રપઠન કરવામા આવ્યાં હતાં જેમા કચ્છના લોકોએ સાથે મળીને ભાગ લીધો અને સાથે મૈત્રી ભોજન કર્યું. 

No comments:

Post a Comment