તારીખ 27-8-2017 ના રોજ નડિઆદ ખાતે
ધમ્મચારી રત્નાકર નો અમ્રુત્મહોત્સવ નું આયોજન થયું હતું.
ધમ્મચારી રત્નાકરજી એ પોતાના જીવન ના 75 વર્ષ તથા ધમ્મચારી તરીકે 44 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા છે. ભારતમાં સૌ પ્રથમ બનેલા ધમ્મચારીઓ મા તેઓ એક છે.
ધમ્મચારી રત્નાકર છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમયથી બૌદ્ધ ધમ્મ નું અધ્યયન, આચરણ, શિક્ષણ અને પ્રચાર-પ્રસારનું કાર્ય કરે છે.
કાર્યક્રમમાં ધમ્મચારી આનંદ શાક્ય, ધમ્મચારી મિત્રસેન, ધમ્મચારીણી યશોનંદા અને ધમ્મચારીણી અનોમસુરી હાજર રહ્યા હતા.
બુદ્ધ વંદના બાદ ધમ્મચારી રત્નાકર નું પુષ્પમાળા, શાલ, સન્માન પત્ર, બૌદ્ધ ધમ્મ ની શીલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. હાજર દરેક ધમ્મચારી અને ધમ્મચારીણી નું પુષ્પમાળા અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ નું આયોજન અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નડિઆદના સ્થાનિક રેહવાસી અને સમાજીક કાર્યકર્તા નરેંદ્રભાઇ નકુમ, તથા ધમ્મમિત્ર સમ્યક બૌદ્ધ અને મનુભાઇ રાથોડે એ ખૂબ મહત્વની ભૂમિકા ભજ્વી હતી.
Press Release |
No comments:
Post a Comment