Sunday, 30 October 2016

Maha Dhammakranti Shibir


ચાલો દીક્ષાધામ... કાર્તિક પૂર્ણિમા નિમિત્તે ... ચાલો દીક્ષાધામ...

દીક્ષાધામ ગુજરાત

નિમંત્રણ
ભીમ મહા ધમ્મક્રાંતિ શિબિર

વિષય: "ડૉ. બાબાસાહેબ આંબેડકરની ધમ્મક્રાંતિનું મહત્વ"
સમયાવધિ: તા: 13/11/2016 રવિવાર સવારે 10. 00 થી
તા:14/11/2016 સોમવાર સાયંકાળ 5.00 સુધી.

બંધુ, ભગિનીઓ,

જય ભીમ, નમોબુદ્ધાય,

ભગવાન બુદ્ધના ધમ્મના પાલિ સુત્રો તથા ધ્યાનભાવનાના પ્રશિક્ષણ તેમજ પૂજ્ય ડૉ બાબા સાહેબ આંબેડકરના સામાજિક દર્શન સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા પર આધારિત નવા સમાજનું નિર્માણ થાય તે માટે ધમ્મ ચળવળ ને ગતિમાન રાખવા ના હેતુસર 'દીક્ષાધામ ગુજરાત' નું ગુજરાતની મધ્યમાં
(અમદાવાદ -કચ્છ હાઈવે , માલવણ ચોકડી પર) સમગ્ર ગુજરાતને લક્ષમાં રાખીને આ કેન્દ્ર કાર્યરત છે , જયાં 1.5 એકર જમીન સંપાદિત કરવામાં આવી છે .

'દીક્ષાધામ' કેન્દ્ર માં બૌદ્ધ ધમ્મનું શિક્ષણ, ધ્યાન સાથોસાથ પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના સામાજિક તથા નૈતિક દર્શનનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી લઘુ તેમજ દીર્ઘ શિબિરોનું નિયમિત આયોજન થાય છે જેનો સમગ્ર ગુજરાતના ધમ્મ -જિજ્ઞાસુઓ લાભ લઈ રહ્યા છે.

'ડૉ આંબડકરની સાચી મહાનતા' માં ભન્તે સંઘરક્ષિત કહે છે "અલબત્ત, ડૉ આંબેડકરની
સિધ્ધિઓ અનેક છે પરંતુ તેમની એક સિધ્ધિ અતિ મહત્વની છે; તે છે તેમના બૌદ્ધ ધર્મમાં સામુહિક ધર્મપરિવર્તનની, જેને હું 'ધમ્મ ક્રાતિ' કહું છું.

ક્રાતિઓ વિશ્વમાં ઘણી થઈ છે પરંતુ આ 'ધમ્મક્રાતિ' અનોખી છે. આ અહિંસક અને 'મૈત્રિમાર્ગ' પર કામ કરતી ધમ્મક્રાંતિ છે. લોહીના એક ટીંપાને પણ ઈજા કર્યા સિવાય ભારતમાં સમાજ પરિવર્તન થઈ રહયું છે.
' ધમ્મક્રાતિ ' માત્ર ધર્માન્તરણ નથી પરંતુ મનનુ પરિવર્તન છે, આમૂલ પરિવર્તન છે , જે વ્યક્તિ પરિવર્તનથી સમાજ પરિવર્તનમાં પરિણિત થાય છે. આ નવા સમાજનુ સર્જન છે, જેનો મુલાધાર સ્વાતંત્ર્ય , સમતા અને બંધુતાભાવ છે.

આવી 'ધમ્મ ક્રાંતિને સમજવા અને આચરણમાં લાવવા માટે બે દિવસિય ધમ્મ શિબિરનું આયોજન કરેલ છે; જેનો લાભ લેવા નવદીક્ષીતો સહીત જે ધમ્મ દીક્ષા ગ્રહણ કરવા માંગે છે તે અને અન્ય ધર્મ જિજ્ઞાસુઓને મૈત્રિપૂર્ણ નિમંત્રણ છે.

સ્થળ: દીક્ષાધામ ગુજરાત
ગામ: માલવણ ચોકડી
અમદાવાદ - કચ્છ હાઈવે
તા: પાટડી
જિ: સુરેન્દ્રનગર

નોંધ: શિબિર શુલ્ક રાખેલ નથી પરંતુ મુકત હસ્તે દાન આવકાર્ય છે.

તા. ક. : ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ના દરેક ''ધમ્મ મિત્રો'' માટે સંઘદિન નિમિત્તે પૂન:નિશ્ચય વિધિ નું આયોજન કરવામાં આવેલ છે.

:નિમંત્રક:
દીક્ષાધામ ગુજરાત
(ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ ના સદસ્યો દ્વારા નિર્દિષ્ટ)

ધમ્મચારી રત્નાકર
મો.9428120414

ધમ્મચારી આનંદ શાકય
મો 9426218205

फ्रि रजिस्ट्रेशन के लिए: Click Here

सभी के लिए:
9427512820, 7567879140

रजिस्ट्रेशन एवं सहायता:
अ'बाद /उ. गुज 9429440304
वडोदरा/ सुरत 9377079060
सौराष्ट्र 9099154576
कच्छ 9978318918
खेड़ा 8141094277
वाव /थराद 9913128600
पालनपुर 9913824171
पाटडी/ समी /राधनपुर 9510019379

Register Online for Dhammakranti Shibir: Click Here