ત્રિ રત્ન બૌદ્ધ મહાસંઘ - આદિપુર, કચ્છ જિલ્લા બૌદ્ધ સમાજ અને ભીમસેના સંગઠન - લાકડીયા સંયુક્ત ઉપક્રમે લાકડીયા તા- ભચાઉ કચ્છ મધ્યે જિલ્લા કક્ષાનો બૌદ્ધ જયંતિ મહોત્સવ યોજાયો હતો. 2000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય લાકડીયાના વડીલ કરશનભાઇ રૂડાભાઈ વાણિયા એ કરેલું. ત્રિશરણ પંચશીલનું સગાયન ધમમચારીણી અનોમસુરીએ કરેલ, ધમમચારી આનંદ શાક્યએ ધમમદેશના કરેલી અને જણાવેલ કે બુદ્ધત્વ પ્રાપ્તિ બાદ ભગવાન બુદ્ધ પ્રથમ ઉપદેશ જાતિ અને વર્ણ વિરુદ્ધ આપેલો. કર્મથી માણસ ઉંચો બની શકે જન્મથી નહીં એમ જણાવેલ.
કચ્છ જિલ્લા બૌદ્ધ સમાજના કન્વીનર અરવિંદ મહાબોધિ , ભરત નાગવંશી એ પ્રાસંગિક પ્રવચન કરેલા.
રાત્રે મૈત્રી ભોજન બાદ મનસુખ ભાઈ મારવાડા એ ભીમગરબા ગાયા અને સૌએ દાંડિયારાસનો આનંદ લીધો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ભીમસેના સંગઠન ના કાર્યકર્તા ઓએ ખુબજ જ મેહનત ઉઠાવેલી, અને તન મન અને ધનથી સહયોગ આપેલો, કાર્યક્રમનું સંચાલન ધમમ્મીત્ર જેમલ હર્ષએ કરેલું.